દરરોજની જેમ આજે પણ સ્મિત આન્યાની રાહ જોતો પોતાની કારને ટેકો દઈને ઉભો હતો પરંતુ આજે તે થોડો ડિસ્ટર્બ હતો તેને ખબર હતી કે આજે મારું આવી જ બનવાનું છે છતાં બેસબરીથી આન્યાની રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે તેને મળું અને "સોરી" કહી દઉં. આન્યાને દૂરથી આવતાં જોઈને સ્મિત, આન્યાના ચહેરા ઉપરના ભાવ પારખવાની કોશિશ કરી રહ્યો હતો. આન્યા તેની નજીક આવી પણ તે આન્યાની આંખમાં આંખ ન મીલાવી શક્યો પોતે જે કર્યું હતું તેને માટે તે શરમિંદા હતો પણ હવે જે થઈ ગયું તે થઈ ગયું તે થઈ ગયું તેનું કોઈ ઓપ્શન નથી તેવું તે વિચારી રહ્યો હતો