કર્મોનો હિસાબ (ભાગ ૪)

(11)
  • 4.4k
  • 2.4k

કર્મોનો હિસાબ (ભાગ :- ૪) નવરાત્રીની મોસમ પૂરબહારમાં ખીલી હતી. મન હંમેશાની જેમ એકતરફ ઊભો રહી ગરબા જોઈ રહ્યો હતો. એટલામાં જ એનું ધ્યાન એક છોકરી તરફ ગયું. મનમાંથી અચાનક જ સરી પડ્યું વાહ... પહેલા ક્યારેય એણે કોઈને આ નજરથી જોઈ જ નહોંતી. સુડોળ શરીરને નીખારતી એની ડાર્ક બ્લું કલરની ચોલી, કમરને સ્પર્શ કરતાં એના લાંબા લાંબા સિલ્કી વાળ, ગાલને ચુંબન કરતી લટ, ખભાને સ્પર્શતી મેચિંગ ઇયરિંગ, સુડોળ ડોકમાં પહેરેલો નેકલેસ, કમનીય કમરમાં લાગેલો કંદોરો. બધુંજ મન ને મોહી રહ્યું હતું. પહેલીવાર ઉપરથી લઈ નીચે સુધી મન એને નિહાળી રહ્યો હતો, આંખોમાં કંડારી રહ્યો હતો. એના ગરબા રમવાની સ્ટાઇલ, એનું