આઇ હેટ યુ પ્રકરણ-97 વિરાટે કહ્યું રાજ હું ફોન લગાવું છું તેં કીધુ એમ આખરે નિર્ણય તુંજ લઇ શકે હું સમજું છું અત્યારે દીદી અને તારાં વચ્ચે નિખાલસ વાત થાય એમની સ્થિતિ સમજે એવું ઇચ્છું છું અત્યારે તમારાં બે પ્રેમી વચ્ચેની વાત છે હું સાવ નિષ્પક્ષ છું આ વાતમાં એ દીદી નથી તું મારો ફ્રેન્ડ નથી એમ સાવજ નિષ્પક્ષ રહીશ. પણ ખોટી ત્રિરાશી ના માંડીશ. વિરાટની આંખમાં આંસુ આવી ગયા એ લગભગ રાજનાં પગમાંજ પડી ગયો અને બોલ્યો રાજ દીલથી વિચાર જે અને નિખાલસ થઇ સાંભળી નિર્ણય લેજે. હું ફોન લગાવું છું તમે વાત કરો હું અને તાન્યા