રા'નવઘણ જુનાગઢનો રાજા હતો.લોકવાયકા છે કે તે તેની માના ઉદરમાં નવ ચોમાસા એટલે કે નવ વર્ષ રહ્યો હતો,તેથી તેનું નામ "નવઘણ"પડ્યું,તે ચુડાસમા રાજા રા'દિયાસનો પુત્ર હતો.તેણે જુનાગઢના વનસ્થલી(વંથલી) પર ઇસ.૧૦૨૫થી ૧૦૪૪ સુધી રાજ કર્યું હતું.પાટણના રાજા દુર્લભસેન સોલંકીએ જુનાગઢ પર ચડાઈ કરી અને તેમાં રા'દિયાસનો પરાજય થતા,રા'નવઘણની માતા રાણી સોમલદે સતી થઈ અને તેની દાસી વાલબાઈ છૂપા વેશે નવઘણને લઈ જઈ ચુડાસમા રાજના વફાદાર એવા દેવાયત બોદર નામના આહિરના ઘેર મૂકી આવી હતી.તે રીતે બાળ નવઘણનો ઉછેર થયો હતો.સોલંકી રાજાએ રા'દિયાસના એકના એક પુત્રને મારી નાખીને તેનો વંશ ખતમ કરવાના ઇરાદાથી તેના સૈન્યને કુંવર આ નવઘણને શોધી લાવવા મોકલ્યું હતું.સિપાઈઓ