હત્યાનો ભેદ

(52)
  • 4.7k
  • 5
  • 2k

હત્યાનો ભેદ-રાકેશ ઠક્કર ઘરડાઘરમાં આજે હલચલ મચી ગઇ હતી.એક વૃધ્ધ યુગલે જીવનનો અંત લાવી દીધો હતો. થોડા મહિનાઓ પહેલાં જ ગંગાબેન અને સીતારામના જીવનના અંતિમ વર્ષો ચાલી રહ્યા હતા ત્યારે એમનો આધુનિક જમાનાનો દીકરો જ ઘરડાઘરમાં મૂકી ગયો હતો. ત્યારે કોઇને કલ્પના ન હતી કે બંને ઝેર ખાઇને જીવન ટૂંકાવી દેશે. તેમની આત્મહત્યાથી બાજુના રૂમમાં રહેતા રંજનબેન- પ્રકાશભાઇ હેબતાઇ ગયા હતા. ગંગાબેન અને સીતારામ સાથે તેમના સારા સંબંધો હતા. બંને એકબીજા સાથે સુ:ખ – દુ:ખની વાતો કરતા હતા. બંને અલગ કારણોથી ઘરડાઘરમાં આવ્યા હતા. ગંગાબેન અને સીતારામની પાસે અઢળક દોલત હતી પણ એમને પુત્ર એક રૂપિયો આપતો ન હતો. બધી જ