પ્રાયશ્ચિત - 93

(109)
  • 8k
  • 8
  • 6.5k

પ્રાયશ્ચિત પ્રકરણ- 93કેતન ઊંડા ધ્યાનમાંથી એકદમ બહાર આવી ગયો. સૂક્ષ્મ જગતની અદભુત વાતો સાંભળી એને ઘણું નવું જાણવાનું મળ્યું. કિરણભાઈ સ્વરૂપે સૂક્ષ્મ જગતના કોઈ સંત મહાત્મા એની સાથે બે દિવસ રોકાયા હતા એ જાણીને પણ એને આનંદ થયો. બપોરના સાડા બાર વાગ્યા એટલે એ નીચે જમવાના હોલમાં ગયો. આજે કિરણભાઈની કંપની ન હતી. બીજા ઘણા લોકો જમી રહ્યા હતા. એણે પણ બુફેમાંથી પોતાને ભાવતી આઈટમો લઈ લીધી. જમીને ઉપર આવ્યો ત્યારે એક વાગ્યો હતો. હજુ નીકળવાની ત્રણ કલાકની વાર હતી. એને થોડો આરામ કરી લેવાની ઇચ્છા થઈ. સાંજે ચાર વાગે એણે સ્વામિનારાયણ ગેસ્ટ હાઉસ છોડી દીધું. હવે એ પૈસા ખર્ચી શકે તેમ હતો