મહિલા દિન

  • 2.7k
  • 904

આંતરરાષ્ટ્રીય મહિલા દિનદર વર્ષે ૮મી માર્ચના દિવસે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન મનાવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળનો હેતુ વિશ્વની નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાનો છે.મહિલાઓમાં શિક્ષણનો વ્યાપ વધે ,દરેક મહિલા પોતાના અંદર રહેલી શક્તિઓનો ઉપયોગ કરે,સમાજમાં અલગ સ્થાન મેળવે, તેમ જ તેઓ કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે તે માટેની જાગૃતતા ફેલાવવા મહિલાદિનનું આયોજન કરવામાં આવે છે. જો કે મહિલાઓમાં દિન,પ્રતિદિન જાગૃતિ પણ એટલા જ પ્રમાણમાં દેખાય રહી છે. આજે વિજ્ઞાન, ટેકનોલોજી ,સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. ગુજરાત રાજ્યમાં પણ સરકાર કન્યા કેળવણી અભિયાન, બેટી બચાવો અભિયાન, સ્ત્રી ભ્રૂણહત્યા નિવારણ જેવા પ્રયાસ આદરી નારીઓના ઉત્થાનમાં