પ્રાયશ્ચિત - 91

(95)
  • 8k
  • 3
  • 6.5k

પ્રાયશ્ચિત પ્રકરણ 91 જમીને કિરણભાઈ સાથે કેતન પોતાના રૂમમાં ગયો. બે-ત્રણ કલાક આરામ કરવાનો હતો એટલે કેતન પોતાના બેડ પર આડો પડ્યો. હવે ટ્રેન શોધવાની હતી. ગૂગલમાં એણે સર્ચ કર્યું તો ઓખા દ્વારકાની એક ડાયરેક્ટ ટ્રેન હતી પણ એ છેક રવિવારે ઉપડતી હતી. હજુ આજે તો બુધવાર થયો હતો. ચાર દિવસ સુધી અહીં બેસી રહેવાનો કોઈ મતલબ ન હતો. અમદાવાદ માટેની ટ્રેન રોજ ઉપડતી હતી. એકવાર અમદાવાદ પહોંચી જવાય તો ત્યાંથી આગળની ટ્રેન મળી શકે. એણે અમદાવાદની ટિકિટ બુક કરાવવાનો નિર્ણય લીધો.એણે તત્કાલ ક્વોટામાં સર્ચ કર્યું. ફર્સ્ટ ક્લાસ પેક હતો એટલે એણે સેકન્ડ એ.સી ની ટિકિટ લીધી. ટ્રેન આવતીકાલે ગુરુવારે