આઈ શ્રી જીવણી (સિંહમોય) માતાજીનો ઇતિહાસઆઈ જીવણીના પિતાનું નામ ધાનોભાઈ નૈયા, આઈનાં માનું નામ બાયાંબાઈ, આઈના માતાના પિતાનું નામ ભાયોભાઈ જામંગ, આઈના પિતાનું મૂળ વતન કચ્છ. કચ્છમાં વારંવાર દુષ્કાળ પડતાં તેઓ પોતાના માલ ઢોર હાંકીને બીજા ચારણો સાથે સૌરાષ્ટ્રમાં આવેલા અને ખડ-પાણીની સગવડ હોય ત્યાં નેસ બાંધીને રહેતા. સં. ૧૭૮૮ આસપાસ તેઓ સરધારની સીમમાં ખડ-પાણીની સારી સગવડ જોઈને નેસ બાંધીને રહેવા આવેલાં. આઈ જીવણીની ઉંમર તે વખતે ૧૭ વરસ લગભગની હતી. આઈ બહુ સ્વરૂપવાન, શરીરે ખડતલ અને દૃઢ મનોબળવાળાં હતાં.જગદંબાનાં એકનિષ્ઠ ઉપાસક, તપ-તેજવંતા, ચારણ વટવાળા, દૈવી પ્રતિભાથી વિભૂષિત હતાં. એમને અંગેઅંગથી દિવ્ય રૂપની છટા પ્રસરતી. એમના મુખમંડળમાંથી જાણે સૂર્યનારાયણનાં કિરણો