આ જનમની પેલે પાર - ૨૧

(34)
  • 4.2k
  • 2
  • 2.4k

આ જનમની પેલે પાર-રાકેશ ઠક્કરપ્રકરણ-૨૧હેવાલીને ત્રિલોક પહેલાથી જ વિચિત્ર લાગ્યા હતા. એણે અને દિયાને કલ્પના કરી ન હતી કે મેવાન અને શિનામિએ એમના જીવન વિશેની સત્યતા ચકાસવા મોકલ્યા હતા ત્યાં ત્રિલોક તેમને મળશે અને એક અલગ જ વ્યક્તિની સાથે એમણે વાત કરવાની થશે. હેવાલીને એ જગ્યા પર ગયા પછી ડર લાગવા લાગ્યો હતો. અને છેલ્લે સુધી ત્રિલોકનો અનુભવ ડરામણો જ રહ્યો હતો. એ બધું યાદ કરતી હેવાલીને એ જાણવાની ઉત્સુક્તા વધી ગઇ હતી કે ત્રિલોકે મેવાન અને શિનામિના લગ્નની ખોટી વાત કર્યા પછી બીજી કઇ વાત કરી હતી જે સાચી ન હતી.મેવાનને વાત કરતાં ખચકાતો જોઇ હેવાલીએ ફરી પૂછ્યું:'મેવાન, હવે