મોજીસ્તાન - 77

(23)
  • 3.2k
  • 1.5k

મોજીસ્તાન (77) ડોકટરે મુખ્ય ચર્ચાને ખોરંભે ચડાવીને સભાનો સમય બરબાદ કરવા માંડ્યો હતો. સ્ટેજ પર બેઠેલા આગેવાનોની કરમકુંડળી ગામલોકો સારીપેઠે જાણતા હોવા છતાં ડોકટર, એક પછી એકના વખાણ કરીને સૌને પ્યારા થવાની કોશિશમાં લાગ્યા હતા. હુકમચંદને માઇક તરફ ધસી આવતા જોઈ ડોકટરે ભાભાને પડતા મૂકીને તરત હુકમચંદને હાથ પર લીધા. "તો ગામ લોકો, આપણા સૌના લોકલાડીલા સરપંચ હુકમચંદ ખરેખર હુકમનો એક્કો છે. તખુભા જેવા સિંહના મોઢામાંથી સરપંચનું પદ પડાવી લેનાર હુકમચંદ જેવા ચંદ લોકો જ લોકસેવા માટે જન્મ લેતા હોય છે.આ ગામની સિકલ થોડા જ વર્ષોમાં બદલી જવાની છે. આપ સૌના ઘેર પાણી ટૂંક સમયમાં જ આવી જશે.હાલમાં હુકમચંદે ઘણા