વસુધા - વસુમાં - પ્રકરણ-27 A

(64)
  • 5.3k
  • 2
  • 3.2k

વસુધા પ્રકરણ-27 વસુધા પીતાંબર અને એનાં સાસુ સસરા સાથે એનાં પિયર આવી. એનાં માતાપિતા પાર્વતીબેન અને પુરષોત્તમભાઇ ખૂબ રાજીનાં રેડ થઇ ગયાં. પાર્વતીબેનની આંખમાંથી આનંદનાં આંસુ આવી ગયાં. દુષ્યંત તો દોડીને વસુધાને વળગી પડ્યો. દીદી આવી દીદી આવી એનાં આનંદમાં સમાતો નહોતો. અને કેમ આનંદ ના હોય વસુધા લગ્ન પછી પહેલીવાર પીયર આવી હતી. એનાં સાસુ પણ આનંદ વ્યક્ત કરી રહ્યાં એ વસુધાનાં ભાઇ અને ઘરનાનો આનંદ જોઇ બોલ્યાં માવતરનાં ત્યાં દીકરી આવે ત્યારે આખુ પીયરયુ પ્રેમથી ઉભરાઇ જાય. બધાં દિવાનખાનામાં બેઠાં એમનો ચેહરો અને આંગણયુ આજે જાણે હસતું દીસતું હતું. વસુધા પહેલાંજ પાછળ વાડામાં દોડી ત્યાં લાલીની