એક પૂનમની રાત પ્રકરણ-84 સિધ્ધાર્થે વંદનાએ કહેલી વાતો રેકર્ડ કરી હતી અને ઝંખનાએ પણ સમજાવ્યું કે થોડી ધીરજ રાખવાની છે હજી બધાં ગુનેગારો સામેથી આવીને પકડાશે ઉત્તેજના સારી નહીં. ત્યાં સિધ્ધાર્થનાં મોબાઇલમાં રીંગ આવે છે એણે ફોનમાં વાત સાંભળીને કહ્યું એને પકડી લો અને પોલીસ સ્ટેશન લઇને આવો. વધુ વાત રૂબરૂમાં કરીશું. અને હાં ત્યાંથી વંદનાનાં પાપા અને પેલી રૂબી ક્યાંય ના જાય એ જોજો જરૂર પડે એરેસ્ટ કરો આપણી પાસે બીજા પુરાવા નથી પણ ગરબાનાં કાર્યક્રમમાં ખલેલ પહોંચાડવા અને વાતાવરણ બગાડવાનાં આરોપ હેઠળ એ લોકોને પણ લઇ આવો. ત્યાં સામેથી કાળુભાએ કહ્યું અમારાં હાથમાં તો પેલો