શાકભાજીવાળીનો પ્રેમપત્ર.. મને પ્રેમ કરવાવાળા છગન ! અને હું તને પ્રેમ કરવાવાળી શંકુ! હું તને ખૂબ ખૂબ યાદ કરું છું.આખો દિવસ શાકભાજીની લારી લઇ ઘરાક જોડે જીભજોડી લમણાઝીક કરતાં કરતાં મનનો થાક બવ લાગે છે.શેરીએ શેરીએ બરાડા પાડી પાડી મારું ગળું સુકાઈ જાય છે,ત્યારે લારીની નીચે ખોઈમાં નાખેલો પાણીનો બાટલો ખોલી ઘૂંટ પી લઉં છું.અને લાગેલી તરસ છીપાવું છું.પરંતુ તારી તરસ લાગે ત્યારે હું શું કરું? તારે તો દુકાન છે,એટલે ગરાકી વધારે હોય,તેમાં તું મને ભૂલી જ જાય છે.પણ હું ક્યારેક ગરાક વગરની સોસાયટીના કોઈ ખૂણે ઉભી હોઉં ત્યારે આવતાં જતાં મનેખને નીરખી મારો છગન શોધું છું. ઘણી