બસ, પાંચ દિવસ..!

  • 3.8k
  • 1.3k

બસ, પાંચ દિવસ..! પ્રયાગનાં લગ્ન થયા ત્યારે એના મનમાં ઈન્દિરાબહેને કહેલા શબ્દો તરવરી રહ્યા હતા. " લગ્ન તો કર, પણ સાથે તારી પત્નીને પાંચ દિવસ સાચવી લે જે, તો તને પચ્ચીસ દિવસ અનરાધાર પ્રેમ મળતો રહેશે અને તને એમ જ સાચવશે !" પ્રયાગ એટલો નાનો નહોતો કે પાંચ દિવસ વાળી વાતનું અનુમાન લગાવી ન શકે. તેને ઈન્દિરાબહેન પર ખૂબ ભરોસો. આમ, તેના વડીલમિત્ર કહીએ તો કાંઈ ખોટું નહીં. બાવન વર્ષનાં ઈન્દિરાબહેન બીમારીને લીધે ક્યારેય પરણ્યા નહીં, પણ પ્રયાગ જેવડા દીકરા-દીકરીઓને જરૂર પડ્યે જીવન જરૂરી સૂચન આપવામાં માનતા. એ ઇન્ડિરાબહેને કહ્યું.. " વાત ભલે સમજાય એવી હોય, પણ સમજણ ખરા