ખામોશી

(11)
  • 3.9k
  • 1
  • 1.5k

"અદિ....આ લે દવા ખાઈ લે," સત્યજીતે ડોકટરના પ્રિસ્ક્રિપ્શન મુજબ ગોળીઓ કાઢી અદિતિની હથેળીમાં મૂકી, "જ્યારે જ્યારે તું બિમાર પડે છે તું સાવ ઉદાસ થઈ જાય છે. તારી વાચા હણાઈ જાય છે, તું સાવ નખાઈ જાય છે, નિસ્તેજ બની જાય છે..." સત્યજીતે હળવેથી અદિતિનો ખભો દબાવ્યો. એક ફીકા સ્મિત સાથે ગોળીઓ ગળી જઈને અદિતિ ફરી ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ અને બારી બહાર નજર દોડાવવા લાગી. "સત્યજીત મને કેટલો પ્રેમ કરે છે. છ વર્ષના લગ્નજીવનમાં એણે મને ક્યારેય દુઃખ નથી પહોચાડ્યું. બિઝનેસમેન હોવાને લીધે ક્યારેક સમયનો અભાવ હોય છે પણ એના પ્રેમમાં ક્યાંય કોઈ કમી નથી તેમ છતાંય કંઈક ખૂટતું હોય એમ