ઝરુખો

  • 6k
  • 1.9k

જય માતાજી મિત્રોઝરૂખો શાંત ઝરૂખે વાટ નીરખતી રૂપની રાણી બેઠી હતી. અતિ ગંભીર મુખમુદ્રા અને કરકમળમાં મા ભવાની ચમકતી હતી. ચહેરા પર શૌર્યરસની છાલક વાગતી હતી. સોળ શણગાર સજીને પરણ્યાની પ્રથમ રાતે ભરથારના હ્નદયમાં સમાઈને રાજ કરવાના સપનાં જોતી ચાંદકુંવરીનાં ભરથારે ઘૂંઘટ ખોલતાં જ નીચે ઢાળેલા નયનકમળની તીરછી ધારદાર કટારી સમી નજરે પતિને ઓળઘોળ કરી. એકબીજાની બાંહોમાં સમાઈને સુહાગરાત સોહામણી બનાવવાનાં સપનાં જોતા હતાં, ત્યાં અચાનક બુંગીયો ઢોલ મોટું વિઘ્ન બનતો હોય તેમ ગર્જી ઉઠ્યો. શૂરવીર પતિદેવ રાજા વિજયસિંહની ભ્રુકુટી ખેંચાઈને મનમોહક આંખો લાલઘૂમ બની ગઈ અને ઠેકડો મારીને સુંદર