નાસ્તિક

(16)
  • 3.1k
  • 3
  • 1.2k

વાર્તા નાસ્તિક ચાની કીટલીના એક તૂટ્યા ફૂટ્યા ટેબલ ઉપર માનસીંગ બેઠો છે. હાથમાં પકડેલી ચાની પવાલીમાંથી આછા ધુમાડા નીકળી રહ્યા છે. માનસીંગની નજર ચકળવકળ આજુબાજુની ચહલપહલ ઉપર ફરી રહી છે. ચાની કીટલીની પાછળ રામનગરનું એસ.ટી બસસ્ટેન્ડ છે. એટલે લગભગ એકધારો લોકોનો પ્રવાહ ત્યાંથી બહાર આવી રહ્યો છે. રસ્તાની સામેની બાજુ કેટલાય લોકોનો જમાવડો છે. આજુબાજુના નાનાં-નાનાં ગામડાઓમાંથી લોકો અહીં મજૂરી માટે આવે છે. દરેકના હાથમાં ટીફીન છે. રામનગર તાલુકાનું મુખ્ય મથક છે એટલે અહીં સરકારી અને અસરકારી બધા જ પ્રકારના કામો ચાલતા હોવાથી આ લોકોને પૂરતી મજૂરી મળી જતી હતી. થોડી થોડીવારે એકાદ છકડોરીક્ષા