જતીન ભટ્ટ (નિજ) દ્વારા એક અલગ જ પ્રકારની રચના કુંભ લગ્ન ચિકા ને કોઈ છોકરી સાથે લવ થઈ ગયો, પહેલા તો એના પપ્પા મમ્મી એ ના પાડી પણ પછી માની ગયા, બંને પક્ષો મળ્યા અને બન્ને નો પ્રેમ જોઈ સંબંધ બનાવવાનું મન બનાવી દીધું, પણ પછી બન્ને ના જન્માક્ષર મેળવ્યા ત્યારે ખબર પડી કે ચિકા ને તો ઘાટડિયે મંગળ છે,... ઍટલે બંન્ને પક્ષો ભેગા થયા , બ્રાહ્મણ (ગોરમહારાજ) ને ઉપાય પૂછ્યો, એટલે એણે કહ્યું કે પહેલા ચિકાના કુંભ લગ્ન કરાવી દઈએ, પછી વાંધો નઈ આવે,... એટલે બંને પક્ષો ભેગા થયા, ચર્ચા વિચારણા કરી, ગોરમહારાજ સાથે ડિસ્કસ