ચોર અને ચકોરી - 9

  • 4.2k
  • 1
  • 2.5k

(જીગ્નેશ હળવે હળવે હોડકાને હલેસા મારી રહ્યો હતો. અને એની ચકોરી સાથે મીઠી નોક્ઝોક ચાલી રહી હતી.)...હવે આગળ..... એકાદ કલાક સતત એણે હલેસા ચલાવ્યા તેથી હવે એના બાવડા દુખવા લાગ્યા હતા. એટલે એણે સુતેલા સોમનાથને સાદ પાડ્યો. ' સોમનાથ ભાઈ. ઓ સોમનાથ ભાઈ ઉઠો હવે.' સોમનાથ ઉઠીને બેઠો થયો. અને એણે આંખ ચોળતા ચોળતા પુછ્યુ. ' થાકી ગયો હોઈશ તું બરાબર?' ' હા ભાઈ.પહેલા કોદાળી ચલાવી.પછી હલેસા. બાવડા દુખવા મંડ્યા હો.' 'ઠીક ત્યારે. હવે તુતારે આરામ કર. હુ હલેસા હંકારું છુ.' કહીને સમનાથે હોડકા ના હલેસા હાથમાં લીધા. જીગ્નેશ ચકોરીના સામેના બાંકડે આવીને બેઠો. ' હવે તમે ક્યાં જશો.?' ' હમણાં તો