પ્રાયશ્ચિત - 87

(94)
  • 8.1k
  • 5
  • 6.5k

પ્રાયશ્ચિત પ્રકરણ 87 રાત્રે ૧૦ વાગ્યે ઉપરની બર્થ નીચે કરીને સૌએ હવે આરામ કરવાનું નક્કી કર્યું. વહેલી સવારે ત્રણ સવા ત્રણે ટ્રેન મથુરા પહોંચી જતી હતી. સૌએ પોતપોતાના મોબાઇલમાં ત્રણ વાગ્યાનું એલાર્મ ગોઠવી દીધું. કેતન જો કે એલાર્મ વાગે તે પહેલાં જ અઢી વાગે ઉભો થઇ ગયો હતો અને બ્રશ વગેરે કરી લીધું હતું. દાઢી કરવાની મનાઈ હતી. ફ્રેશ થઈને એ પાછો પોતાની બર્થ ઉપર આવી ગયો. ત્રણ વાગે મહેતા પરિવાર પણ જાગી ગયો હતો. વચ્ચેનું બર્થ નીચે પાડી દઈને બધા ફરી પાછા લોઅર બર્થ પર બેસી ગયા. સવા ત્રણ વાગે મથુરા સ્ટેશન આવી ગયું. મથુરા પ્લેટફોર્મ ઉપર ઉતરીને કેતન થોડીવાર ઊભો રહ્યો.