શમણાંના ઝરૂખેથી - 13 - શમણાં બોલે અંતરના બોલ..

  • 2.8k
  • 1.7k

૧૩. શમણાં બોલે અંતરના બોલ.. ........ નમ્રતાએ સુહાસની સામે એક નજર કરી. બસ, એ જ સ્થિર ભાવ. "શું એમને પોતાની લાગણી વ્યક્ત કરવાની રીત જ આવી હશે?'' સુહાસને સમજવા પ્રયત્ન કરી જોયો. સુહાસના ચોકલેટ પકડેલા હાથની નીચે અડધું ખાલી થયેલું ખારી પેકેટ ઢંકાઈ ગયું હતું. "મારા માટે..? થોડી નાની ચોકલેટ પણ ચાલત?" એમ કહી નમ્રતાએ ચોકલેટ લઈ લીધી. "થેન્ક યુ." કહી રેપર ખોલતા કહ્યું, "હવે ચા પર ચોકલેટ સરસ લાગશે!" "બેસી રહીને એટલો સ્વાદ નહીં આવે!" સુહાસે એમ કહી ચાલવાનો સંકેત કર્યો. સુહાસ ચાના રૂપિયા આપીને આવ્યો. બન્નેએ ફૂટપાથ પર ચાલવાનું શરૂ કર્યું. નમ્રતાએ ચોકલેટનો એક ટુકડો સુહાસ તરફ લંબાવ્યો.