પ્રાયશ્ચિત - 86

(95)
  • 7.4k
  • 5
  • 6.3k

પ્રાયશ્ચિત પ્રકરણ- 86માતા વૈષ્ણો દેવી એક્સપ્રેસ બરાબર એના સમય પ્રમાણે જ ઉપડ્યો. મથુરા સુધીનું રિઝર્વેશન હતું એટલે બીજી કોઈ ચિંતા નહોતી અને કેતને વિન્ડો ટિકિટ પસંદ કરેલી જેથી મુસાફરીનો પુરો આનંદ માણી શકાય. આ ટ્રેનમાં વડોદરા સુધી તો મોટાભાગે ગુજરાતીઓ જ વધારે પ્રવાસ કરતા.રાજકોટ સુધી તો કેતનના કમ્પાર્ટમેન્ટમાં માત્ર બે પેસેન્જર એની સામેની બર્થ ઉપર હતાં પરંતુ રાજકોટથી એની સામેની બર્થ ઉપર એક કુટુંબ ગોઠવાઈ ગયું. એ લોકો ટોટલ પાંચ જણા હતા એટલે ૬ બર્થનું આખું કમ્પાર્ટમેન્ટ ફૂલ થઇ ગયું. ૫૫ વર્ષના એક વડીલ, એમનાં પત્ની, ૨૨ ૨૩ વર્ષની લાગતી એમની એક દીકરી, એક નાનો દીકરો અને આઠ દસ વર્ષની