ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-64

(40)
  • 3.2k
  • 1
  • 1.6k

(એલ્વિસ અને કિઆરાની સગાઇ થઇ ગઇ.એલ્વિસના બોલીવુડ ડાન્સ એન્ડ ડ્રામા એકેડેમીના સ્ટુડન્ટ્સ અને કોચીસે ખૂબજ સુંદર પરફોર્મન્સરૂપી ભેંટ આપી.કિઆરાની વિદાયની વેળા અાવી ગઇ હતી.પરિવારજનો ખૂબજ ભાવુક હતાં.અચાનક જ ધમાકેદાર એન્ટ્રી થઇ રિયાન માર્ટિનની જેના આવવાથી એલ્વિસના ચહેરા પર ચિંતાના વાદળો છવાઇ ગયાં.) કિઆરાનું ધ્યાન એલ્વિસ પર ગયું અને તે આઘાત પામી.એલ્વિસના હાવભાવ સ્પષ્ટપણે જણાવી રહ્યા હતા કે આ વ્યક્તિ એલ્વિસના ચહેરા પર ખુશી નહીં પણ તકલીફ લઈને આવ્યો છે. સમગ્ર શેખાવત ફેમિલી પણ રિયાનના આમ આવવાથી ગુસ્સામાં હતો.કુશ તેની પાસે આવીને તેને કઇ કહે તે પહેલા કિઆરા તેના અસલી સ્વરૂપમાં આવી ગઇ.નીચે પડી ગયેલો ડંડો ફરીથી ઉઠાવ્યો અને નવી નક્કોર