મૂઠ્ઠી ઊંચેરી સ્ત્રી

(12)
  • 3.3k
  • 1
  • 1.3k

વાર્તા મુઠ્ઠી ઉંચેરી સ્ત્રી સૌરાષ્ટ્રના એક નાના એવા ગામ જેતપુરમાં સાડીની મિલમાં કામ કરતા સુરેશભાઈ અને નયનાબેનને ત્રણ દીકરીઓ. પ્રિયંકા, નેહા અને વૈશાલી. આર્થિક રીતે જોવા જઈએ તો ખૂબ સુખી સંપન્ન કહી શકાય એવું નહી પરંતુ, ખાધેપીધે સુખી કહી શકાય એવું સુરેશભાઈનું કુટુંબ હતું. સુરેશભાઈની ત્રણેય દીકરીઓમાં વૈશાલી સૌથી નાની. વૈશાલીની બે મોટી બહેનો પ્રિયંકા અને નેહાના બાજુમાં જ આવેલા જૂનાગઢમાં ખાધેપીધે સુખી કહેવાય એવા કુટુંબમાં લગ્ન થઈ ગયા હતા. હવે સુરેશભાઈ અને નયનાબેનને માથે સૌથી નાની દીકરી વૈશાલીની જ જવાબદારી બાકી રહી હતી. વૈશાલી પહેલેથી જ ખૂબ હોશિયાર.... ઘરકામમાં પણ સારી આવડત વાળી અને સ્વભાવે