હું અને કૃષ્ણ વાંસળી - 4

  • 2.5k
  • 1
  • 1.2k

હું અને કૃષ્ણ કાન્હાનું એ હસતુ સ્વરૂપ રોજ મારી પાસે આવે છે. હસે છે. હું સવાલ કરું છુંઅને એ જવાબ આપે છે. પેહલો સવાલ...આજે પણ મેં પૂછી જ લીધું,”કેમ દેવ કેમ? કેમ હું બધું જાણ્યા છતાં, તમનેસમજ્યા છતાં, તમને પ્રેમ કરતી હોવા છતાં કૃષ્ણ નથી બની શકતી...”“હા, હું કૃષ્ણ થય જવા માંગુ છું. તમારી અંદર વિલીન થઈ જવા માંગુ છું. એટલોબધો અપાર પ્રેમ... હું કરી શકીશ?” અને કાન્હા હસ્યા અને કહ્યું,” ધીરજ રાખોતો કરી લેશો.”“પણ કાન્હા તમે... તમે તો દરેક વસ્તુ સુખ-દુઃખ, હાસ્ય-આંસુ, ફરીયાદ, પ્રેમ બધુજ સ્વીકારો છો. તમારો એ અત્યંત મોહક ચહેરો, હોઠો પર મુસ્કાન અનેઆંખોમાં આંસુઓ સાથે નો