એક કાવ્ય પ્રતિયોગિતા યોજવાની હતી.કાવ્યનો વિષય હતો "શાંતિનો પરિચય". જુના તથા કેટલાક નવોદિત કવિઓ સ્પર્ધામા ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા હતા. શબ્દ કે પંક્તિઓની કોઇ ચોક્કસ મર્યાદા ન હતી. પરંતુ કાવ્યમા શાંતિનો અનુભવ શાંતિનુ દર્શન થવુ જોઇએ તે મુખ્ય શરત હતી. પ્રતિસ્પર્ધાના ઉમંગનુ કારણ એ પણ હતું કે ઉત્તમ કવ્યરચનાકારને ઈનામ તથા રચનાને "શ્રેષ્ઠ કવિતા" થી સન્માનિત કરવાના હતા. તમામ કવિઓ પોતે જ યુગનાયક અને તથા શ્રેષ્ઠ કવિતાનો ખિતાબ જીતે તે માટે અથાક પ્રયાસો કરવા માંડ્યા. જેમ કલમદસ્ત પીંછીઓથી રંગબેરંગી ચિત્ર સજાવે તેમ કવિઓ શબ્દો શોધીને પંક્તિઓ કંડારવા લાગ્યા. એક મહિના પછી પરિણામ-સમારોહનુ આયોજન થવાનું હતુંઆજે સૌની આતુરતનો અંત આવવાનો