પ્રાયશ્ચિત - 85

(94)
  • 7.9k
  • 4
  • 6.6k

પ્રાયશ્ચિત પ્રકરણ 85 છેવટે ગુરુપૂર્ણિમા પણ આવી ગઈ. સ્વામીજીની મુલાકાત થઈ એ પછી આ બીજી ગુરુપૂર્ણિમા હતી. સ્વામીજીએ એને કહેલું કે -- હું તારો ગુરુ નથી પરંતુ સમય આવે તને ગુરુની પ્રાપ્તિ ચોક્કસ થશે. ત્યાં સુધી તું કોઈપણ ચેતનાને તારા માર્ગદર્શક ગુરુ તરીકે સ્વીકારી શકે છે.-- અને એટલે જ શ્રી રામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદને પોતાના માર્ગદર્શક ગુરુ તરીકે કેતને સ્વીકાર્યા હતા !! ગુરુપૂર્ણિમાની તૈયારી તો કેતને આગલા દિવસે જ કરી દીધી હતી. નવા બંગલામાં તો અલગ નાનો પૂજારૂમ પણ હતો. ત્યાં નાનકડું આરસનું મંદિર ગોઠવી એણે શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શારદા મા, સ્વામી વિવેકાનંદ અને સહજાનંદ સ્વામીની તસવીરો રાખી હતી. જગદીશભાઈ સ્વામિનારાયણ