રુદયમંથન - 28

(24)
  • 2.8k
  • 4
  • 1.4k

ઋતાના ખ્યાલોમાં રાત તો માંડ માંડ વીતી ગઈ, મહર્ષિ તૈયાર થઈને બધા જોડે કેન્દ્ર પહોંચ્યો, બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થવા માંડ્યા, આજનો દિવસ હતો એટલે બધું ફટાફટ પતાવીને કાલે જવાની તૈયારી કરવાની હતી, પણ મહર્ષિ જરા આરામથી કામ કરાવતો હતો, એને રતનપુરા સાથે એક અજીબ શી આત્મીયતા થઈ ગઈ હતી, એના કરતાં પણ વધારે ઋતા જોડે! પણ મહર્ષિની નજર ઋતાને શોધી રહી હતી, એનું મન એને શોધવા થનગની રહ્યું હતું, એને બધી જગ્યાએ શોધી પરંતુ એ ક્યાંય દેખાઈ નહિ, એને અણસાર આવી ગયો કે નક્કી આજે પણ એ ઉદાસ જ