રુદયમંથન - 22

(18)
  • 2.5k
  • 2
  • 1.5k

ઋતા અને મહર્ષિ આર્ટગેલેરીમાં વાતો કરી રહ્યા હતા, ત્યાં તો મુનીમજી અને કેસરીભાઈની જુગલજોડી આવી, ચારેય અહી ભેગા થયા, ચાર સદવિચાર સાથે મળ્યા તો કઈક સારું જ થશે એ નક્કી હતું. " આવી શકીએ અમે?" - મુનીમજીએ બારણાં પાસે ઊભા રહીને પરવાનગી માંગી. "અરે આવો ને કાકા! એમાં તમારે ક્યાં પૂછવાનું હોય?" - ઋતાએ હસતાં વદને બન્નેને આવકાર આપ્યો. " હા, પણ તમે કઈ કોઈ ગૂઢ વાતોમાં લાગેલા લાગ્યા એટલે પૂછ્યું." - કેસરીભાઈ બોલ્યાં. "હા આ વાતને લઈને અમે તમારી જોડે આવવાનું વિચારતાં જ હતા પરંતુ તમે જ સામેથી