રુદયમંથન - 21

(18)
  • 2.5k
  • 2
  • 1.5k

"કેમ અચાનક અહી? કામ હતું?" - ઋતાએ નીચે આવતાની સાથે મહર્ષિને પૂછી લીધું. " હા, કામ હતું! " મહર્ષિએ એની વાતમાં નરમાશ સાથે કહ્યું. "ભલે, આવો.." ઋતાએ એને અંદર આવવા કહ્યું, બન્ને અંદર ગયા, મહર્ષિ સોફા પર બેઠો, ઋતા સામે પડેલી બીનબેગ પર જઈને બેઠી. " સોરી, આઇ ડિસ્ટર્બ યુ બટ..." "ડોન્ટ વરી, ચિલ યાર!" - બન્ને જુવાનિયા એમની ગમતી ભાષામાં બોલી રહ્યા. " તમારો સવાલ અધૂરો હતો ને! પૂછી શકું શું હતો?" - મહર્ષિએ ઋતાની આંખમાં આંખ પરોવતા પૂછી લીધું, ઋતા જોર જોરથી હસવા માંડી.