કાવ્યા પરીઓના દેશમાં નીકળી ગઈ. પાછળ જીતસિંહ બસ જોતા જ રહી ગયા. કે આ કાવ્યા એક સામાન્ય છોકરી નહિ પણ પરી હતી. એકબાજુ કાવ્યા પરી છે તે જાણીને ખુશી થઈ પણ તે તેમને છોડીને ક્યાંક નીકળી ગઈ તે દુઃખ હતું. જીતસિંહ ને હવે કાવ્યા ની રાહ જોયા વગર છૂટકો ન હતો. પરીઓના દેશમાં પહોંચીને કાવ્યા પહેલા મહેક પરી ને મળવા જાય છે. મહેક પરી એકાંતમાં બેસીને ધ્યાન કરતી હોય તેવું લાગ્યું. કાવ્યા તેની પાસે જઈને તેને જગાડે છે અને હાથમાં રીંગ આપતા કહે છે."મહેક આ તારી અમૂલ્ય વસ્તુ."જેના માટે તું અત્યાર સુધી દુઃખી થઈ રહી હતી. પણ હવે તો મહેક મને