જીતસિંહ તે રીંગ લઈને માયા નાં ઘરેથી નીકળી ગયા. રસ્તામાં તેમની સામે બે રસ્તા આવીને ઊભા હતા. એક રસ્તો હતો સીધો ઘરે જઈને મોટાભાઈ વિરેન્દ્રસિંહ ને તેમની રીંગ તેમને આપી દેવી અને બીજો રસ્તો હતો પ્રેમ મેળવવવા ખાતર કાવ્યા ના હાથમાં આપીને કાવ્યા નો પ્રેમ મેળવવાનો. આ બંને રસ્તા પ્રેમ ના હતાં. એક ભાઈ પ્રત્યે અતૂટ વિશ્વાસ નો પ્રેમ અને બીજો તેમના દિલમાં વસેલી કાવ્યા નો પ્રેમ. આ ઉલજન ભર્યા માર્ગ માં કઈ તરફ જવું તે જીતસિંહ ને સમજાતું ન હતું. છતાં પણ તેણે ઘણા વિચાર કરીને નિર્ણય કર્યો કે આ રીંગ હું મોટાભાઈ વિરેન્દ્રસિંહ નાં હાથમાં આપીને હું નાના ભાઈનો