કાવ્યાએ કહ્યું તેમ જીતસિહ તે જગ્યાએ બેસી ગયા, ને કાવ્યા શું કરશે તેની જીતસિંહ રાહ જોવા લાગ્યા.આજુબાજુ નજર કરીને જીતસિંહ પાસે કાવ્યા બેસી ગઈ. એકદમ નજીક, લાગે એવું કે બંને પ્રેમીઓ હોય.ત્યાં બેઠેલા બધા પ્રેમી યુગલોની નજર કાવ્યા અને જીતસિંહ સામે ટકી રહી હતી. આગળ શું થશે તેની રાહમાં હતા. કાવ્યા હવે એક ક્ષણ પણ ગુમાવવા માંગતી ન હતી. બાજુમાં રહેલ ગુલાબનાં છોડ માંથી એક સુંદર ડાળી સહિત ખીલેલું ગુલાબ તોડ્યું અને તે ગુલાબ જીતસિંહ ને આપતા બોલી. કુંવર... હું તમને પ્રેમ કરવા લાગી છું. તમે મારા પ્રેમ નો સ્વીકાર કરશો.? કાવ્યાનાં આ પ્રેમના પ્રસ્તાવથી જીતસિંહ તો ઊભા થઈ ગયા પણ ત્યાં ઉભેલા