(૨૩) (કૃષ્ણ મહારાજે નેમ અને સમુદ્રવિજય વતી રાજા ઉગ્રસેનની અને રાજુલની માફી માંગવા પત્ર મોકલ્યો છે. હવે આગળ...) "મહારાજ..." મંત્રીએ આંખો મીંચીને ઉંડા વિચારમાં પડેલા રાજાને જગાડતા હોય તેમ કહ્યું. "બોલો..." "આપ આમ આટલા બધા નિરાશ થશો તો કેમ ચાલશે?" "હું સમજું છું, પણ મારાથી રાજુલનું.મોં નથી જોવાતું. એ રડી રડીને જીવન વીતાવે અને હું મેં મારું કામ પતાવ્યું એમ માની સંતોષ અનુભવું? ના.. ના, મારાથી આવું નહીં થઈ શકે." "પણ આનો જવાબ તો લખાવો." "હા જરૂર, જવાબ તો આપવો જ પડશે, આપી દેજો." "પણ આપ સૂચવો ત્યારે ને." "અરે, એ તો ભૂલી જ ગયો." ઉગ્રસેન રાજાએ પોતાના બે હાથે