જય માતાજી મિત્રોટપકેશ્વર_મહાદેવમીની_અમરનાથ ગીરમાં આવેલી ગુફામાં જ્યાં જ્યાં ટપકે છે પાણી ત્યાં ત્યાં ઉત્પન થાય છે શિવલિંગ. ટપકેશ્વર મંદિર ભક્તોમાં મીની અમરનાથ તરીકે પણ ઓળખાય છે. તો આવો જાણીએ પવિત્ર ટપકેશ્વર મહાદેવનાં મહાત્મય વિશે.ઉલ્લેખનીય છે કે ગીર સોમનાથ જિલ્લાને કુદરતની ઘણી બક્ષિસ મળેલી છે. આ જિલ્લામાં ગીરનું જંગલ, પહાડો, સમુદ્ર, નદી અને ઝરણાં સાથે વિશ્વવિખ્યાત સોમનાથ મહાદેવ પણ અહીં બિરાજે છે. આ સાથે અનેક પ્રાચીન તેમજ દુર્લભ મંદિરો પણ આવેલા છે. ગિરગઢડા તાલુકાનાં હરમડિયા ગામથી 5 કિલોમીટર દૂર ફરેડા ગામનાં ઘનઘોર જંગલ વિસ્તારમાં ટપકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મહાભારત કાળનું આ મંદિર હોવાનું મનાય રહ્યું છે.અહીં વિશાળ ગુફાઓ પણ આવેલી છે.