ખજાનો

(18)
  • 4.6k
  • 3
  • 1.9k

રહસ્યમય વાર્તા ખજાનો દસ બાય સાતની નાનકડી ઓરડીમાં જીવકોરબા પ્રવેશ્યાં ત્યારે તેમણે મણનો નિસાસો નાંખ્યો. એક નાનકડી બારી, એક ખૂણામાં જૂનો ખાટલો અને તેની ઉપર ગાંઠોવાળું ગાદલું. બીજા ખૂણામાં બનાવેલી ચોકડી અને તેની આડશ પર મુકેલું માટલું અને એક પવાલું. તે બાજુની દીવાલે બનાવેલા ગોખલામાં મુકેલાં થોડાં ધાર્મિક પુસ્તકો. ખાટલાની બીજી બાજુની દીવાલે પોતાના જૂના અને યુવાનીના દિવસોની યાદ અપાવતું એક લાકડાનું કબાટ અને તેના એક દરવાજા પર લગાવેલો અરીસો. ઓરડીની જાહોજલાલી ગણો તો બસ આટલી જ હતી. આ નાનકડી ઓરડીની બહાર એક મોટું ફળિયું અને તેના બીજા છેડે ખરી જાહોજલાલી સાચવીને બેઠેલું એક બે માળનું મકાન.