૧૨. ગુંજે છે શમણાંનું સંગીત.. ...... સુહાસનો ચહેરો અને આઇસ્ક્રીમને લઈને નમ્રતાને 'રાધે હોટેલ'ની વળગેલી વ્યગ્રતા શાંત તો પડી ગઈ, પણ બીજા દિવસે સવારે ઉઠતાની સાથે સુહાસની યાદ આવી ગઈ! યાદોની સાથે ઘરનું કામ પણ ચાલ્યું અને દિવસ પણ પસાર થઈ ગયો. રાતે સુહાસનો ફોન આવ્યો ત્યારે ખુશીનો કોઈ પાર નહોતો. ખરેખર એમની ઓફિસમાં કામ વધારે રહે છે એવી સ્પષ્ટતા પણ કરી. સંગીતના કલાસની પણ વાત નીકળી. ફરીના અઠવાડિયે પોતે આવશે એવી સુહાસની વાતથી નમ્રતાના હૃદયમાં છલકાતો ઉમળકો એણે વર્તાવા ન દીધો. ચોવીસ કલાકમાં પોતાની જાતને જાણે સાવ બદલી દીધી હોય તેમ તેણે પોતાની વાત આગળ વધારી.. " અવાય તો