પ્રાયશ્ચિત - 84

(93)
  • 7.9k
  • 7
  • 6.6k

પ્રાયશ્ચિત પ્રકરણ 84 પોતાની સોસાયટીના રહીશોને આપેલા વચન પ્રમાણે રવિવારે સોસાયટીના કોમ્યુનિટી હોલમાં કેતને જન્મદિવસ નિમિત્તે ભવ્ય ભોજન સમારંભનું આયોજન કર્યું. સોસાયટીના રહીશોની સાથે સાથે પ્રતાપભાઈના પરિવારને પણ આમંત્રણ આપવામાં આવ્યું . કેટરિંગ કોન્ટ્રાક્ટ ગાયત્રી કેટરર્સને આપવામાં આવેલો અને મેનુમાં પણ કોઈ ફેરફાર નહોતો કર્યો. આ વખતે તો ભોજન સમારંભમાં જગદીશભાઈ અને જયાબેન પણ જોડાઈ ગયાં અને એમણે પણ આ જન્મોત્સવમાં ભાગ લીધો. બધા જ આમંત્રિતોએ કેતનને ફરીથી જન્મ દિવસની અને શ્રેષ્ઠ આરોગ્યની શુભેચ્છાઓ પાઠવી. જગદીશભાઈ અને જયાબેનને અહીં નવા બંગલામાં સરસ ફાવી ગયું હતું. ધીમે ધીમે એ પાડોશીઓ સાથે પણ હળી ભળી ગયાં હતાં અને નવા નવા સંબંધો બંધાઈ