નેહડો ( The heart of Gir ) - 22

(31)
  • 4.7k
  • 1
  • 2.8k

કનો દોડીને રાધીને બાથ ભીડી ગયો. રાધીને ખબર હતી કે તેનાથી દસ જ ફૂટ દૂર રહેલી સિંહણ પાંચ જ સેકન્ડમાં બંનેને હતા નહોતા કરી નાખશે. આ અણધાર્યા હુમલાથી અંદરથી તો રાધી પણ ધ્રુજી ગઈ. પરંતુ મનમાં તેણે આઇ ખોડીયારનું સ્મરણ કર્યું. તેનાં શરીરમાં શક્તિનો સંચાર થયો. તે જરાક અક્કડ થઈ ગઈ પછી એક હાથે પોતાને બાજી પડેલ કનાને દાબી દીધો. અને બીજા હાથે ડાંગ ઉંચી કરી, ફેફસામાં પૂરો શ્વાસ ભર્યો, એક પણ ડગલું પાછળ હટયા વગર સિંહણની આંખોમાં આંખો પરોવી જોરથી સિંહણ સામે ત્રાડ નાખી., "જો.... મરી ગઈ સે તે! પાસી હ્ટ."રાધીનાં આ બુલંદ હાકલાને