વગડાનાં ફૂલો - 11

  • 3.2k
  • 1.6k

જમકુમાં જાણે મહાકાળીનું રૂપ ધારણ કરી ઊભા હતા. લુહાર પાહે તાજા કતરાવેલા દાતરડામાંથી લોહી નીતરતું હતું. ભિમાનું કાંડુ જમકુમાંનાં ચરણોમાં પડ્યું હતું. ભીમો દર્દના મારે ભોંય પર પડ્યો બરાડતો હતો. "ભીમાભાઈ! ભાઇડો નથી એટલે હું કઈ નોંધારી નથી હમજ્યા. મારી જાતની રખેવાળી કરતા મુને આવડે સે. આવી ભડવાયુ કરવા મારી પાહે વખત નથી. હું અસલ જમકુ સુ. યાદ રાખજો." માં નું આવું ભયાનક રૂપ જોઈ પરબત અને રવજી ધ્રુજતાં હતા.તે દી માં બંને ભાઈઓને ખોળામાં બેસાડી જમકુમાં ખુબ રડેલા. ખેતરે ભાત દેવા આવેલી ભીમાની વહુ મોંઘી પોતાનું આખું ખેતર ખૂંદી વળેલી. પણ ક્યાંય ભીમો ન