વગડાનાં ફૂલો - 7

  • 3.4k
  • 1.7k

"વખતસંગભાઈના ખોરડે આજે તો કોઈ મહેમાનો ઉમટ્યા સે લાગે સે! એની કંચનનું નક્કી થઈ ગયું લાગે સે. જો ને બાઈ કેટલા મેમાન આવ્યા સે." ઓટલે બેસેલી, કે પછી શેરીમાંથી પસાર થતી મોરલા જેવી ડોકું ઉપરનીચે ફેરવી ઘરમાં શું થઈ રહ્યું છે એની ભાળ મેળવવા પાડોસણું અધીરયું બન્યું હત્યું. કોઈ તો વળી દીવાલની લગોલગ કાન માંડી સંભળાવા પણ ઊભી રેત્યું.. બારીમાંથી સહેજ દૂર ઊભ્યું રહી ડોકાઈ કંચનના થનાર ઘરવાળાને જોવા બહેનપણીઓ પડાપડી કરવા લાગ્યું. ખાટલે પાથરેલ રુએલ ધોરી, લાલ કિનારીઓવાળી રજાઈ ઉપર પગ ઉપર પગ ચડાવી બેસેલો રવજી રાજા રજવાડાની માફક શોભી રહ્યો હતો. શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં રવજીને ઉધરસનાં