જેલ નંબર ૧૧ એ - ૩૪

  • 2.1k
  • 2
  • 998

‘વ્યા.. યુટીત્સ્યા.. આ શબ્દોનો પળઘો પડે છે. યુટીત્સ્યા તેમના હાથ પકડે છે, ઉપર લઈ આવે છે. કોણ કોને પકડે છે.. કશું ખબર નથી પડી રહી.. બધા તેઓનઇ આંખોમાં આંખ નાખી જોવે છે. તેઓને લાગે છે કે આ ત્રણ તો કોઈ અજાણિતા જાનવરો છે. હવે યુટીત્સ્યા તેઓને સજા આપશે. ‘હવે તમને સજા મળશે.’ એડલવુલ્ફા બોલી. બીજું કોઈ કશું બોલતી નથી. ‘શું મતલબ?’ ‘એ જ કે તમને હવે સજા મળશે. તમે હવે મરી જશો.’ ‘એડલવુલ્ફા, આ બધુ શું છે?’ સમર્થ તેને પૂછે છે. ‘સત્ય. હું યુટીત્સ્યા છું. અમે સર્વે યુટીત્સ્યા છે.’ ‘પણ એડલવુલ્ફા..’ ત્યાં તો તેઓની સામે થી બધા હલવા લાગે છે.