ધૂપ-છાઁવ - 55

(34)
  • 4.3k
  • 4
  • 3k

બરાબર બે કલાક પછી તે નમીતાના ઘરે પાછો આવ્યો તો ઘરનું લોક ખુલ્લું હતું. તેણે આખાય ઘરમાં "નમીતા...નમીતા..."ની બૂમાબૂમ કરી દીધી પરંતુ નમીતા ક્યાંય ન હતી. તે ઘરની બહાર નીકળીને રોડ ઉપર આવીને આજુબાજુ બધે જ જોવા લાગ્યો પરંતુ એકપણ દિશામાંથી નમીતાના કોઈ એંધાણ વર્તાતા ન હતા. તે બેબાકળો બનીને ફરીથી નમીતાના ઘરમાં પ્રવેશ્યો અને ફરીથી જોર જોરથી "નમીતા નમીતા"ની બૂમો પાડવા લાગ્યો પણ ત્યાં કોઈ જ હાજર ન હતું જે તેની બૂમો સાંભળે..!! તે ફરીથી ઘરમાંથી બહાર નીકળ્યો અને આજુબાજુ વાળાના ઘર ખખડાવી તેમને નમીતા વિશે પૂછપરછ કરવા લાગ્યો પરંતુ આજુબાજુ વાળાએ તો આજે સવારથી જ નમીતાને જોઈ જ