અચાનક વીજળીનો ઝટકો લાગ્યો હોય એમ તેણે અનુરાગને હળવો ધક્કો મારી પોતાને છોડાવી અને પાછળ ફરી. તે સાથેજ બંને એકબીજાને પ્રત્યક્ષ જોતા એમની દુનિયા ત્યાજ થંભી ગઈ. તે જ્યોતિ નહિ પણ રાશિ હતી. બંને એકબીજાની સાવ નજદીક અને લગોલગ ઊભા હતા, ફક્ત શ્વાસ લઈ શકાય એટલા દૂર. બંનેમાથી કોઈ કશુ બોલી શકયુ નહિ.કઈ કેટલાય સવાલ આંખોમાં ભરી બસ એકબીજાને અપલક જોઈ રહ્યા. "રાશિ....તું.... કેમ આવી છે અહી.", અચાનક અનુરાગની આંખોમા ક્રોધ ઉમટી આવ્યો અને તેણે રાશિને પોતાનાથી દૂર હડસેલી દીધી. "અનુરાગ...હું...તું...તને...", રાશિની જીભ થોઠવાઈ રહી. "અન્નુ, તુ ક્યારે આવ્યો?" રાશિ આગળ કઈ બોલે તે પહેલાજ કેબીનનુ બારણું ધડામ કરતુ ખૂલ્યું