ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 17

  • 3.3k
  • 1.8k

દિલમાં કઈ કેટલાય ઉમંગ અને અરમાનો સાથે ધડકતા હૃદયે "ડો. અનુરાગ" લખેલ નેમ પ્લેટ વાંચતા રાશિ અનુરાગનીએ કેબીનનું બારણું ખોલવા જઈ રહી, ત્યાંજ અંદરથી આવતા અવાજને કારણે એના હાથ રોકાઈ ગયા. "આપણા એન્ગેજમેન્ટ પણ થઇ ગયા. અને હવે મારા મમ્મી પપ્પા આપણા લગ્ન વિષે પૂછ્યા કરે છે. તુ કહેતો હોય તો અમારા પારંપરિક જ્યોતિષ મહારાજ પાસે લગ્ન્નની તારીખ જોવડાઈ લઈએ?", કોઈ સ્ત્રીનો સુમધુર અવાજ સંભળાઈ રહ્યો. "જ્યોતિ, હજુ તો આપણા પ્રેમ કરવાના દિવસો શરુ થયા છે, લગ્ન્ન કરી આટલી જલ્દી તે દિવસોને હું ગુમાવવા નથી માંગતો". એજ પરિચિત પૌરુષી અવાજ સાંભળી રાશિના પગ તળેથી જમીન સરકી રહી. હવાના હલકા ઝોકાથી