ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 15

(12)
  • 3.3k
  • 1.9k

રાશિ પાસેથી એનો ફોન પણ સુમેરસિંહે ગામ જતા સુધી લઈ લીધો હતો અને એમણે અનુરાગે કરેલ મેસેજ પણ વાંચી લીધો હતો. માટે ઘરે જતા પહેલાજ રાતોરાત સુમેરસિંહે રાશિના લગ્નની બધીજ તૈયારીઓ આરંભી દીધી હતી. બધી વાતથી અજાણ રાશિએ પોતાનો મોબાઈલ ચોરી છૂપીથી લઈને અનુરાગ સાથે વાત કરવાથી લઈને એને ગામની બહાર બોલાવીને મળવા સુધીની દરેક બાબતની સુમેરસિંહને જાણ હતી. તે રાત્રે બધા સૂઈ ગયા ત્યારબાદ રાશિ ધીમે પગલે રૂમની બહાર નીકળી. અને... "છોડો મને, જવાદો અહીંથી. તે મારી રાહ જોઈ રહ્યો હશે." અચાનક મચેલા શોરથી આઇસીયુ રૂમની બહાર બેઠેલા સુમેરસિંહ વર્તમાનમા પાછા ફર્યા. એમણે જોયુ તો રૂમમા રાશિ એ ધમાલ