ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 12

  • 3.7k
  • 1
  • 2k

અનુરાગ હાર માની બેસી રહે એમ નહોતો. હોસ્પિટલમા એને સહાયક તરીકે એક માણસ આપવામાં આવ્યો હતો જે એનાથી થોડીજ નાની ઉંમરનો હતો અને ગામમાં જ રહેતો હતો. તેનુ નામ મનોરથ હતું. તે શહેરમાં ભણીને આવેલો હતો અને ગામમાં પ્રવર્તતી ખોટી માન્યતાઓનો વિરોધી પણ હતો. તેણે અનુરાગને પુરેપુરો સાથ સહકાર આપવાનું નક્કી કર્યું હતું. બંનેએ લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી ઘેર ઘેર જઈ સારવાર કરવાનું નક્કી કર્યું. પણ લોકો ગમે એટલા બીમાર હોવા છતા અનુરાગને જોઈ ઘરના બારણા એના મોં ઉપરજ બંધ કરી દેતા. ઘણી વાર હતાશ થતા અનુરાગને મનોરથ એના હસીમજાકથી ઉત્સાહિત કરતો. આમ તે ધીરે ધીરે અનુરાગનો મિત્ર પણ બની