આખરે પૂરા ૪ વર્ષો બાદ એના શરીરમાં કોઈ ચેતનાના અણસાર થયા હતા. ડોક્ટર અને નર્સ જ્યારે આઇસીયુના તે સ્પેશિયલ રૂમમાં પહોંચ્યા ત્યારે એની પલ્સ રેટ સુધરી રહી હતી. ડોક્ટરે સૂચવેલ ઇન્જેક્શન આપતી નર્સ પણ ચાર વર્ષોથી અચેતન રહેલ શરીરમાં હલચલ જોઈ આંખોમાં બાઝેલ ખુશીના આંસુ સાથે એની તરફ જોઈ રહી. ઇન્જેક્શનની અસર થતાં ધીરે ધીરે એના શરીરમાં સળવળાટ થયો. એના હોઠ ફફડી રહ્યા હતા. જાણે તે કશુંક બોલવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા, અને ધીરેથી પણ ખુબજ ઊંડેથી આવતી એક ચીસ એના હોઠે આવી અટકી ગઈ. એના પગ ખૂબ થાકી ગયા હતા. જાણે કેટલાય દિવસોથી તે બસ અવિરત ચાલી રહી