પ્રાયશ્ચિત - 83

(91)
  • 7.5k
  • 5
  • 6.4k

પ્રાયશ્ચિત પ્રકરણ 83જયેશ નર્સને લઈને કેતનના ઘરે આવ્યો કે તરત જ નર્સે કેતનને સીફાક્ઝોન નું ઇન્જેક્શન આપી દીધું જેથી ઇન્ફેક્શન કંટ્રોલમાં આવે. તાવ ૧૦૩ જેટલો હતો એટલે નર્સે સાદી પેરાસીટામોલના બદલે આઇબુપ્રોફેન ના કોમ્બિનેશનની ગોળી આપી. એ સાથે એણે ઠંડા પાણીનાં પોતાં પણ કપાળ ઉપર મૂકવાનાં ચાલુ કર્યાં. દોઢેક કલાક પછી તાવ થોડોક ઓછો થયો પરંતુ ૧૦૨ તાવ તો સવાર સુધી ચાલુ જ હતો. સવારે આઠ વાગ્યે નર્સ કેતનની હેલ્થ અપડેટ આપવા માટે હોસ્પિટલ ગઈ. એ પછી સવારે નવ વાગે ફરી સીબીસી માટે બ્લડનું સેમ્પલ લેવા માટે ટેકનિશિયન ઘરે આવ્યો.સવારના બ્લડ રિપોર્ટમાં ડબલ્યુ.બી.સી. માં તો કોઈ ફરક નહોતો પડ્યો પરંતુ પ્લેટલેટ્સ ઘટી